RTE admission 2023 gujarat online apply

 RTE  admission 2023 Gujarat online 



શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૧૦/૦૪/૨૦૨૩ થી તા.૨૨/૦૪/૨૦૨૩ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે


RTE gujarat  admission 2023-24 માટે કેવી રીતે એપ્લાય કરવું ? છેલ્લી તારીખ કઈ છે ?કયા કયા ડોક્યુમેંટ્સની જરૂર પડશે? આવક મર્યાદા કેટલી છે? કઈ કઈ સાવધાનીઑ ફોર્મ ભરતી વખતે રાખવી પડશે એ તમામ માહિતી તમને આ આર્ટીકલમાં  મળી રેહશે આ તો આર્ટિક્લ ને છેલ્લે સુધી વાંચજો અને કોઈ મુશ્કેલી જણાય  તો કમેંટ બોક્સ માં કોમેન્ટ કરજો અથવા whatsapp પર મેસેજ કરજો . તમારી મુશ્કેલીનું નિવારણ કરવાનો પ્રયત્ન કરીશું  .

તો  આવો જોઈએ RTE ADMISSION  GUJARAT 2023-24 છે શું ?

તો વર્ષ 2020-21 થી RTE-2009 ના કાયદા પ્રમાણે ગરીબ અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ખાનગી એટલે કે પ્રાઇવેટ શાળામાં એ શાળાના 25% જગ્યાઓ પર આ બાળકોને ધોરણ -1 માં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે 

RTE GUJARAT 2023  ફોર્મ ભરવા માટે કયા કયા પુરાવા કે ડોક્યુમેંટ્સ ની જરૂર પડશે ?

દસ્તાવેજનું નામ માન્ય આધાર-પુરાવાની વિગત

1રહેઠાણ નો પુરાવો- આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ 
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
- જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે. 
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

2વાલીનું જાતીનું પ્રમાણપત્ર      - મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​

3જન્મનું પ્રમાણપત્ર      ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું

4ફોટોગ્રાફ    પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ5વાલીની આવકનું પ્રમાણપત્ર

આવકનો દાખલો  મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ

 ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા.

 ૦૧/૦૪/૨૦૨૦ પછીનો જ માન્ય ગણાશે

.6બીપીએલ    0 થી 20  આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી

 અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે

 મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ

 અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં

 મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક

 (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ

 લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર

 તરીકે માન્ય ગણાશે નહિ.

7વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ  મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​

8અનાથ બાળક   જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર 

9સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક  જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

10બાલગૃહ ના બાળકો  જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર

11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો  જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર

12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો  સિવિલ સર્જન પ્રમાણપત્ર

13ખાસ જરૂરિયાત વાળા બાળકો    (દિવ્યાંગ)સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)

14(ART) એન્ટિ-રેટ્રોવાયરલથેરેપીની સારવાર લેતા બાળકો  સિવિલ સર્જન પ્રમાણપત્ર

15શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો

16સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે

 ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ)

 હોવાનો દાખલો

17સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો  સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય

 અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ

 કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં

 આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે

18બાળકનું આધારકાર્ડ બાળકના આધારકાર્ડની નકલ​

19વાલીનું આધારકાર્ડ વાલીના આધારકાર્ડની નકલ​

20બેંકની વિગતો બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ

21સેલ્ફ ડિક્લેરેશનપાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ

 ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ

 સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.


self declaration ફોર્મ RTE ADMISSION GUJARAT 2023 


વેબસાઈટમા નીચે કેટેગરી પ્રમાણે ડોક્યુમેન્ટ  અપલોડ કરવાના રહશે 

RTE GUJARAT ADMISSION 2023-24


RTE GUJARAT ADMISSION 2023-24
RTE ફોર્મ ભરવા અંગે ખાસ સૂચનો  
આપનું ફોર્મ રદ ના થાય એ માટે ફોર્મ ભરતા પેહલા ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજ અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજ ની વિગત ધ્યાનપૂર્વક વાંચી અને તમામ દસ્તાવેજ અસલ કાળજી પૂર્વક અપલોડ કરશો  . 
ઝાંખી વંચાય  ના  એવી  zerox  કોપી અપલોડ થયેલ હશે તો ફોર્મ રિજેક્ટ થશે  
રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ  / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ  /ચૂંટણી કાર્ડ  / રેશન કાર્ડ  પૈકી  કોઈ એક આધાર હોય તો,  ભાડા કરારની જરૂ ર રહતી નથી ° 
. જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં   ભાડા કરાર ની જરૂરિયાત રેહશે ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)

પાન કાર્ડ(PAN  CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN  CARD) ધરાવતા હોય પરંતુ

 ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું  આ

 સાથે સામેલ રાખેલ સેલ્ફ ડિક્લેરેશન ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
 પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઇચ્છતા હોય તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે  તમારી પસંદગી મુજબના ક્રમ માં ગોઠવાય  તે ખાસ ધ્યાને લેવું . ફોર્મ સબમિટ કરતાં પેહલા એકવાર બધી વિગતો ચકાસી ને ફોર્મ સબમીટ કરવું . ફોર્મ સબમિટ કાર્ય બાદ કોઈ સુધારો થઈ શકશે નહીં  

RTE ADMISSION GUJARAT અન્વયે ધોરણ એક માં પ્રવેશ મેળવવા માટે ની શાળાઓની યાદી 
યાદી જોવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો 

શાળાઓની યાદી 



શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ નીચેની વેબસાઇટ પર ભરી શકાશે  ફોર્મ ભરવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો 

ફોર્મ ભરો 


આશા છે ઉપરના આર્ટીકલ માં તમને યોગ્ય માહિતી મળી રહી હશે જો આપને  કોઈ પ્રશ્ન હોય તો આપ અમારા WHATSAPP ગ્રુપ માં પૂછી શકો છો 

WHATSAPP ગ્રુપ માં જોડાવા માટે ક્લિકકરો 






Post a Comment

0 Comments